સુરતના ભાઠા ગામે મોટી ઘટના બની છે જેમાં ભાઠા ગામે જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતા 3 લોકોના મોત થયા છે, રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો થયો અને ઘરમાં રહેલા 3 લોકોના મોત થયા છે.


[[$googlead]]

સુરતના ભાઠા ગામે ત્રણ લોકોના મોત

સુરતના ભાઠા ગામે ગૂંગણામણ થતા 3 લોકોના મોત થયા છે, રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો ફેલાયો હતો અને તેના કારણે 3 લકોના મોત થયા છે, એક પુરુષ અને 2 મહિલાન સહિત કુલ 3 લકોના મોત થયા છે, જનરેટરનો ધુમાડો રૂમમાં ઘુસી ગયો અને લોકો બહાર નીકળે તે પહેલા તેમના મોત થયા છે, પોલીસે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, કોની ભૂલના કારણે આ ઘટના બની તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે અને પરિજનોના નિવેદન લીધા છે.

[[$alsoread]]

રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાયો હતો

પોલીસે અને આસપાસના લોકોએ ઘટના સ્થળે જઈને પહેલા જનરેટર બંધ કર્યુ હતુ અને મૃતદેહને બહાર કાઢયા હતા મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, આ ઘટનામાં આસપાસના સ્થાનિકો પણ મદદ માટે દોડી આવ્યા છે અને પોલીસે આસપાસના લોકોના નિવેદન લીધા છે. 

ઘટનામાં મૃતકો નામ

બાલુભાઈ પટેલ (ઉં.વ. 77)

સીતાબેન પટેલ (ઉં.વ.56)

વેદાબેન પટેલ (ઉં.વ.60)

  • Follow us on: