સુરતમાં ACB દ્વારા લાંચિયા ઇજનેરની ઓફિસમાં તપાસ કરવામાં આવી હતી અને લાંચિયા ઈજનેરી ઓફસિના ડ્રોઅરમાંથી રૂ.70 હજાર મળી આવ્યા હતા, લાંચિયો પરિમલ પટેલ સોમવાર સુધી એસીબીના રિમાન્ડ પર છે, શેડને તોડવા માટે રૂપિયા 50 હજારની લાંચ માગી હતી અને તેમાં તેમની એસીબીએ ધરપકડ કરી હતી.
ભાટપોર GIDCમાં લાંચીયો નાયબ કાર્પપાલ ઈન્જનેર ઝડપાવનો મામલો
રૂપિયા ૫૦ હજારની લાંચ લેતા પકડાયેલા ભાટપોર જીઆઇડીસીના નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ પટેલના એસીબીએ આગામી સોમવાર સુધીના રિમાન્ડ મેળવી પૂછપરછ આદરી છે. એસીબીએ સફળ રેઈડ બાદ ઓફિસમાં કરેલા સર્ચ ઓપરેશનમાંથી પટેલના ટેબલના ડ્રોઅરમાંથી રોકડા ૭૦ હજાર મળી આવ્યા હતા. જે રકમ પણ લાંચની છે કે કેમ? તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.ભાટપોર જીઆઇડીસીમાં જૂના બનેલા શેડનું ડિમોલિશન કરવા માટે ફરિયાદીએ જીઆઇડીસીમાં અરજી કરી હતી.
લાંચિયા ઓફિસરના ઘરેથી કોઈ શંકાસ્પજ ચીજ હાથ નથી લાગી
ભાટપોર જીઆઈડીસીના, રિજનલ ઓફિસના નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઈ પટેલે ડિમોલિશનની પરવાનગી આપવા માટે ૫૦ હજાર લાંચ પેટે માંગ્યા હતા. ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી દીધી હતી. એસીબીની ટીમે ભાટપોર જીઆઈડીસીમાં રિઝનલ ઓફિસમાં જ છટકું ગોઠવ્યું હતુ. અહીં ના.કાર્યપાલક ઈજનેર પરિમલ પટેલ ફરિયાદી પાસેથી ૫૦ હજારની લાંચ લેતા રંગેહાથ પકડાઈ ગયો હતો. લાંચિયો અધિકારી પરિમલ પટેલ ક્લાસ-૨ ઓફિસર છે અને હાલ તેનો પગાર રૂપિયા ૧ લાખ ૩૦ હજાર છે. વર્ષ ૨૦૨૧થી તેઓ સુરત રિજિયનમાં ફરજ બજાવે છે. એસીબીની ટીમે પરિમલ પટેલના બેંક-લોકર ફરતે તપાસ કેન્દ્રિત કરવા સાથે અડાજણ અને તાપી જિલ્લાના વાલોડ ખાતે આવેલા ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જોકે, ઘરમાંથી કોઈ શંકાસ્પદ ચીજ હાથ લાગી ન હતી.









