બંને આરોપીઓએ ભાઠેના કેનાલ રોડ પાસે કન્ટેનર ચાલકને રોકી રૂપિયા 3000 કઢાવી લીધા હતા અને તે ઉપરાંત કન્ટેનર લઇ ભાગી છુટ્યા હતા. ત્યારે જ કન્ટેનર ચાલકે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જેથી ઉધના PCR વાન આવી આવી પહોંચી હતી અને પોલીસે કન્ટેનર ચાલકને ગાડીમાં બેસાડી પીછો કર્યો હતો, આરોપીઓએ રોકડિયા પાસે ખરબાનગરના BRTS બસ જકશનનો ગોળ રાઉન્ડ મારી હનુમાન મંદિરના બીમ સાથે અકસ્માત કરી ફરાર થઈ ગયા હતા.
બનેલું ડમ્પર ઉધનાં રોકડીયા હનુમાન મંદિરની દિવાલ પાસે અથડાવી દીધું હતું
ભાઠેના કેનાલ રોડ ઉપર વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં બે ટપોરીઓએ રોકડ અને મોબાઈલ ફોન લૂંટવાના ઇરાદે ડમ્પર ચાલકને આંતરી રોકડ તો લૂંટી લીધી હતી. પરંતુ ડમ્પર ચાલક ઉતરી જતાં ટપોરીઓએ ડમ્પર લૂંટી લઈ બેફામ રીતે હંકારી આતંક સજર્યો હતો. બેકાબુ બનેલું ડમ્પર ઉધનાં રોકડીયા હનુમાન મંદિરની દિવાલ પાસે અથડાવી દીધું હતું. સદભાગ્યે વહેલી સવારે ઓછી અવર જવરને કારણે જાનમાલની હાનિ થઈ ન હતી. જોકે ઉધનાં પોલીસની વાન ડમ્પરનાં ડ્રાઇવર સાથે પીછો કરતી ત્યાં ધસી આવી હતી અને બંને ટપોરીઓને ઝડપી લીધા હતા.
નશામાં આરોપીએ ડમ્પરની લૂંટ ચલાવી
પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ટ્રક ડ્રાઇવિંગ કરતો રાકેશ યાદવ (હાલ રહે, હજીરા) સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં બોમ્બે માર્કેટ FCIનાં ગોડાઉન ઉપરથી ડમ્પર લઈને હજીરા જવા નીકળ્યો હતો. ડમ્પર ભાઠેના કેનાલ રોડ ઉપર અવધ ટ્રાન્સપોર્ટ પાસેથી પસાર થઇ રહ્યું હતું ત્યારે બે ટપોરીઓએ તે રોકી લીધું હતું અને ડ્રાઈવર કેબિનમાં ઘૂસી આવ્યા હતા. તેને માર મારી 3 હજાર રૂપિયા લૂંટી લીધા હતા. મોબાઇલ ફોન પણ ઝૂંટવવાની કોશિશ કરતાં ડ્રાઇવર કેબિનમાંથી ઉતરી ગયો હતો. નીચે ઉતરીને તેણે પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી દીધો હતો. ડમ્પર ચાલુ હોઇ બંને ટપોરીઓએ તેને આગળ હંકારવાની કોશિશ તો કરી હતી, પરંતુ તોતિંગ વાહનને તેઓ કાબુ કરી શક્યા ન હતા. બેકાબુ થઈને ડમ્પર રોડ ઉપર બેફામ બન્યું હતું.
બીજી તરફ ઉધનાં પોલીસની પી.સી.આર. વાન નજીકમાં જ હોઈ ડ્રાઇવરને સાથે રાખી ટ્રકનો પીછો શરૂ કર્યો હતો
પોલીસથી પીછો છોડાવવા જતાં ડમ્પર સીધું જ ઉધનાં નહેર ચાર રસ્તા નીચે આવેલાં રોકડીયા હનુમાન મંદિરની દિવાલમાં જઈ અથડાયું હતું. અકસ્માત બાદ એક લૂંટારૂ તો છટકી ગયો હતો. પરંતુ તે ડ્રાઈવિંગ સીટ પર બેસેલાં આસિફ ગ્યાસ શેખ (રહે, રજાનગર, ભાઠેનાં)ને પોલીસે ઝડપી લીધો હતો. આ ટપોરીએ તેના બીજાં સાગરિતનું નામ સોયેબ ગુલ્લુ હોવાનું જણાવતાં પોલીસે તેને પણ ગણતરીનાં કલાકોમાં દબોચી લીધો હતો.









