સુરતમાં ACBના છટકામાં લાંચિયો અધિકારી ઝડપાયો છે, મોટા વરાછાનો તલાટી ACBના છટકામાં ઝડપાયો હોવાની વાત સામે આવી છે, રેવન્યુ તલાટી હિતેશ દેસાઈ 2500ની લાંચ લેતા ઝડપાયો છે, પાક વાવેતરનો દાખલો કાઢી આપવા લાંચ માંગી હતી, તલાટીએ લાંચ માંગતા ખેડૂતે ACBમાં ફરિયાદ કરી હતી અને સુરત ACBએ તલાટીને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો છે.


[[$googlead]]

એસીબીના છટકામાં રેવન્યુ તલાટી લાંચ લેતા ઝડપાઈ ગયો

આ કામના ફરીયાદીએ પોતાની જમીનમાં આંબાનુ વાવેતર કરેલ આ બાબતે ફરીયાદીએ પાક વાવેતરનો દાખલો મેળવવા વિગતવારની અરજી ઉપરોક્ત આરોપીની કચેરી ખાતે કરેલી હતી. આ પાક વાવેતરનો દાખલો તાત્કાલિક કાઢી આપવાના અવેજ પેટે ઉપરોક્ત આક્ષેપિતે રૂ.૩૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરી, ફરીયાદ આપેલ, જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરેલ, આ દરમ્યાન ફરીયાદી સાથે આક્ષેપિતે હેતુલક્ષી વાતચીત કરી, રૂ.૨૫૦૦/- ની લાંચની માંગણી કરી, સ્વીકારી, સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનો કરેલ છે.

[[$alsoread]]

ટ્રેપીંગ અધિકારી

આર.કે.સોલંકી, પોલીસ ઇન્સ્પેકટર

સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ

સુપર વિઝન અધિકારી

આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત

  • Follow us on: