સુરતના પીપલોદમાં રેસ્ટોરન્ટમાં હોબાળો મચ્યો હતો, જેમાં રેસ્ટોરન્ટમાં મહિલાઓના વોશરૂમમાંથી હિડન ફોન મળી આવ્યો હતો, જેમાં મહિલાને આ વાત ધ્યાને આવતા તેમણે હોબાળો મચ્યો હતો, અને રેસ્ટોરન્ટના મેનેજર અને સ્ટાફ સામે આક્ષેપ કર્યો છે, પીપલોદમાં આવેલી કે.ચારકોલ રેસ્ટોરન્ટમાં હોબાળો મચતા ગ્રાહકો પણ વિફર્યા હતા.


[[$googlead]]

સુરતની રેસ્ટોરન્ટમાં મહિલાઓના વોશરૂમમાં મૂકાયો હતો ફોન

સુરતની કે.રચારકોલ રેસ્ટોરન્ટમાં મહિલાઓના વોશરૂમમાં ફોન મૂકાયો હોવાની વાત સામે આવી છે, વોશરૂમની ઉપરના ભાગે હિડન ફોન ગોઠવવામાં આવ્યો હોવાનો આક્ષેપ મહિલા ગ્રાહક દ્વારા કરવામાં આવ્યો છે, સાથે સાથે મહિલા વોશરૂમમાં ગયા અને તેમનું ધ્યાન ગયું અને વાત સામે આવી છે, બારીના ભાગે ફોન મૂકયો હતો, મહિલાનુ ધ્યાન પડતા મહિલાએ પોલીસમાં કરી ફરિયાદ, જમવા આવેલા લોકોએ એકઠા થઈ રેસ્ટોરન્ટમાં હોબાળો મચાવ્યો હતો.

[[$alsoread]]

સુરતમાં રેસ્ટોરન્ટ સંચાલકોની કાળી કરતૂત થઇ છતી

સુરતમાં આવેલી રેસ્ટોરન્ટમાં હોબાળો મચ્યો હતો, વાત એમ છે કે, મહિલાઓના વોશરૂમમાં આવેલી બારીના ભાગે એક હિડનફોન મૂકયો હતો અને તેમાં વીડિયો ઉતરતો હોવાનો આક્ષેપ મહિલા દ્વારા કરવામાં આવ્યો છે, સમગ્ર ઘટનામાં ઉમરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને હોટલના મેનેજર અને અન્ય સ્ટાફની પૂછપરછ શરૂ કરી છે, પોલીસને હજી સુધી કોઈ વાંધાજનક વીડિયો મળી આવ્યો નથી, પરંતુ આ કેસમાં તપાસ ચાલુ છે.


  • Follow us on: