ગુજરાતમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે. ત્યારે સુરતમાં હોટેલમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. પોલીસે બેલીઝીમો હોટલમાં એક યુવતીની સાથે ડમી ગ્રાહક મોકલી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ હોટેલમાં ગ્રાહકોને વોટ્સએપ પર કોલગર્લના ફોટો મોકલવામાં આવતા હતાં. આ ઉપરાંત લોકેશન પણ મોકલવામાં આવતું હતું. પોલીસે ગ્રાહકોનું ઓનલાઈન સેટિંગ કરનારા દલાલને ઝડપીને એક યુવતીને મુક્ત કરાવી છે.

સાતેક હજાર જેટલો ભાવ નક્કી કરાયો

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના પાલ વિસ્તારમાં હોટેલ બેલીઝીમોમાં ચાલતા સેક્સ રેકેટને પકડવા માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા હતાં. એક યુવતીની સાથે ડમી ગ્રાહક મોકલીને પોલીસે સમગ્ર કાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે પહેલા દલાલનો મોબાઈલ નંબર લઈને તેની સાથે વોટ્સએપ પર વાત કરી હતી. તેની પાસેથી યુવતીના ફોટો મંગાવ્યા હતાં અને સાતેક હજાર જેટલો ભાવ નક્કી કરાયો હતો. ત્યાર બાદ દલાલે ડમી ગ્રાહકને લોકેશન મોકલ્યું હતું. ગ્રાહક યુવતીને લઈને હોટેલમાં ગયો અને તરત જ ત્યાં પોલીસે રેડ કરી હતી.

યુવતીએ કહેલા સાહિલ ચૌહાણને ઝડપી પાડ્યો

પોલીસે હોટેલ માલિક આ રેકેટમાં સંડોવાયેલો નહીં હોવાનું જણાતા મુંબઈથી આવેલી યુવતી સાથે પુછપરછ કરી હતી. આ યુવતીએ દલાલની વિગતો પોલીસને આપી હતી. પોલીસે યુવતીએ કહેલા સાહિલ ચૌહાણને ઝડપી પાડ્યો હતો. પરંતુ મુખ્ય દલાલ પોલીસની પકડથી દૂર હોવાથી તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સાહિલ અને દલાલ બંને જણા ગ્રાહકો મેળવીને ભાવ નક્કી કરી તેમને યુવતીઓ પુરી પાડતા હતાં.


આ પણ વાંચોઃ Ahmedabad News: મહિલાઓને હિપ્નોટાઈઝ કરીને લૂંટી લેતો લૂંટારો ઝડપાયો, 3 લાખના સોનાના દાગીના જપ્ત કરાયા