સુરતમા ઓમ ક્રેક્સ અને ઓમ ગાયત્રી મલ્ટી શોપમાં પોલીસે દરોડા પાડયા છે, પોલીસે 1.84 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, દુકાનમાં ફાયર સેફ્ટીના સાધનોનો પણ અભાવ હોવાની વાત સામે આવી છે. ફાયર સેફટી વગર ચાલતી ફટાકડાની દુકાનમાં આગ લાગવાથી અનેક વાર જાનહાની અને લોકોને નુકસાની પહોંચી છે.


[[$googlead]]

સુરતના ડબગરવાડ વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ રાખ્યું હતું

દિવાળી આવે તેના મહિના પહેલાં જ સુરતમાં કેટલાક સ્થળે ગેરકાયદે અને સેફ્ટી પ્રિકોશન વિના ફટાકડાનું વેચાણ થઇ રહ્યાની બૂમ વચ્ચે લાલગેટ પોલીસે ડબગરવાડમાં સરપ્રાઈઝ રેઈડ કરી બે દુકાનમાંથી ૧.૮૪ લાખ રૂપિયાની કિંમતના ફટાકડાનો જથ્થો સિઝ કર્યો હતો. બંને દુકાનદારો વિરુદ્ધ વિસ્ફોટક અધિનિયમ અંતર્ગત ગુનો પણ નોંધ્યો હતો. લાલગેટ પોલીસ ઇન્સ્પેક્ટર એન. એમ.ચૌધરી અને ટીમે સોમવારે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં ડબગરવાડ વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ રાખ્યું હતું.

પોલીસે બે વેપારીની ધરપકડ કરી છે

ડબગરવાડમાં સંખ્યાબંધ દુકાનોમાં ફટાકડાનું વેચાણ થઈ રહ્યું હોવાનું અને આ દુકાનોમાં સેફ્ટીનાં કોઈ સાધનો પણ નહિ રાખવામાં આવ્યા હોવાની જાણ પોલીસને કરાઈ હોઈ ચેકિંગનો નિર્ણય લેવાયો હતો. પોલીસે છ દુકાનોમાં ચેકિંગ કર્યું હતું. જેમાંથી ઓમ ક્રેકર્સ અને ઓમ ગાયત્રી મલ્ટિશોપ ફાયર લાઇસન્સ વિના જ ધમધમતી હતી. ઓમ ક્રેકર્સમાંથી પોલીસને ૧.૬૨ લાખ રૂપિયાના ફટાકડા મળી આવ્યા હતા. આટલો જંગી જથ્થો હોવા છતાં દુકાન માલિક ધવલ જગદીશ ખોલવડવાલા (અક્ષર પ્લાઝા, અડાજણ) પાસે ન તો કોઈ પણ પ્રકારનું લાઈસન્સ હતું કે ફાયર સેફ્ટીની સુવિધા હતા. નજીકમાં જ આવેલી ઓમ ગાયત્રી મલ્ટિશોપમાંથી ૨૨,૩૫૦ રૂપિયાની કિંમતનો ફટાકડાનો જથ્થો મળ્યો હતો. પોલીસ આ દુકાન સંચાલક નિશાંત પ્રબોધચંદ્ર કાયસ્થ (મોનાર્ક રેસી., પાલનપોર જકાતનાકા)ની પણ ધરપકડ કરાઇ હતી.

[[$alsoread]]

  • Follow us on: