સુરતમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં અલથાણ પોલીસ સ્ટેશનમાં બબાલ થઈ હતી જેમાં સમીરના પુત્ર જૈનમે પોલીસ સાથે પણ માથાકૂટ કરી હતી અને તેને લઈ પોલીસે જૈનમની પણ ધરપકડ કરી હતી, હાલમાં અલથાણ પોલીસે સીસીટીવી કેમેરા અને તેની પત્ની સહિત 5 જણાના નિવેદનો લઈને સમીર મહેન્દ્ર શાહ (49) (રહે,એલીજીયમ એવન્યુ, પિપલોદ)ની સામે ડ્રિંક એન્ડ ડ્રાઇવની એમવી એક્ટની કલમ 185નો ઉમેરો કરી ધરપકડની કાર્યવાહી કરી છે.


[[$googlead]]

દારુ મહેફિલમાં પુત્રએ પોલીસ સાથે બબાલ કરી હતી

સુરતમાં અલથાણ પોલીસે ફરી જૈનમ સમીર શાહ વિરુદ્ધ અટકાયતી પગલા લીધા છે અને જૈનમે અલથાણ પોલીસના PSI સાથે જાહેરમાં ઝપાઝપી કરી હતી, તે સાથે ઉપસ્થિત મીડિયા કર્મીનો ફોન આંચકી ફેકી દીધો હતો અને અગાઉ અલથાણ પોલીસે જૈનમને માફી પત્ર લખાવી જવા દેવતા ભારે વિવાદ સર્જાયો હતો, ઉલ્લેખનીય છેકે, પોલીસે પ્રેસનોટમાં હજી સુધી કેટલાક હજાર કે લાખનો દારૂ કે બિયર પકડાઈ તેનો ઉલ્લેખ કર્યો જ નથી.

વજ કાર લઈ રેસ્ટોરન્ટની બહાર હોવાની માહિતી મળતા અલથાણ પોલીસે દરોડા પાડયા હતા

વેસુની રેસ્ટોરન્ટમાં વિવાદિત સમીર શાહની બર્થ ડે પાર્ટીમાં દારૂ પીરસાતો હોવાની વાતથી ધાંધલ-ધમાલ મચ્યા બાદ સમીરના પુત્ર જૈનમે પીએસઆઈ પર સરાજાહેર હુમલો કરવાની ઘટનાના ઘેરાપ્રત્યાઘાતો પડ્યા હતા. માફીનામું લખી છોડી દેવાયેલા જૈનમ સામે અલથાણ પોલીસે ભારે વાદવિવાદ થતા મોડે-મોડે અટકાયતી પગલાં ભરી સંતોષ માન્યો હતો. ગામ આખામાં લાઇવ વીડિયો વાયરલ થયા બાદ હવે પોલીસે રેસ્ટોરન્ટના ડીવીઆરના ડેટા મેળવશે. વેસુમાં જી.ડી.ગોએન્કા સ્કૂલ પાસે કે.એસ.અંતરવન રેસ્ટોરન્ટમાં નામચીન સમીર શાહની બર્થ ડે પાર્ટી હતી. આ પાર્ટી માટે સમીર મિત્ર વજ શાહ પાસે બિયરના ટીન મંગાવ્યા હોવાની અને વજ કાર લઈ રેસ્ટોરન્ટની બહાર હોવાની માહિતી મળતા અલથાણ પોલીસે દરોડા પાડયા હતા.

[[$alsoread]]

  • Follow us on: