સુરતમાં સ્કૂલના વિદ્યાર્થી પર લોખંડના સળિયાથી હુમલો થયો હોવાની વાત સામે આવી છે. ઉમરામાં વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે હુમલો થતા પોલીસે પણ તપાસ હાથધરી છે, બે વિદ્યાર્થીઓ વચ્ચેની માથાકૂટમાં થયો હુમલો અને ધનજીશા રૂસ્તમજી ઉમરીગર સ્કૂલના વિદ્યાર્થી પર હુમલો થયો છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલી સળિયો લઇ સ્કૂલે પહોંચ્યા છે અને સ્કૂલના વાઇસ જીએસ સામે કાર્યવાહીની માગ કરાઈ છે.


[[$googlead]]

ઉમરામાં સ્કૂલના વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે હુમલો

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના સુરતમાં બની છે જેમાં અન્ય વિદ્યાર્થીએ માર મારતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલી સળિયો લઇ સ્કૂલે પહોંચ્યા છે, બે વિદ્યાર્થીઓ વચ્ચેની માથાકૂટમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર સળિયા વડે હુમલો કર્યો હતો. ધોરણ 11માં ભણતા વિધાર્થીએ ધોરણ 12માં ભણતા વિધાર્થી પર હુમલો કર્યો છે, શાળા તરફથી કોઈ માહિતી હજી સામે આવી નથી, વાલીઓ મોટી સંખ્યામાં એકઠા થઈને શાળામાં પહોંચ્યા હતા અને આચાર્યને રજૂઆત કરી હતી.

ધોરણ 11 અને 12ના વિધાર્થીઓ વચ્ચે માથાકૂટ હતી

સ્કૂલમાં થયેલા સામાન્ય ઝઘડામાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, સૂત્રોની વાત માનીએ તો તેમનું કહેવું છે કે, ઈજાગ્રસ્ત વિધાર્થી કોઈ વાત પર હસ્યો હતો અને તેના કારણે આ વિવાદ થયો છે, હુમલો કરનારને ઈજાગ્રસ્ત વિધાર્થી હસ્યો તે પસંદ ન હતુ. ત્યારે તે વાતનું વેર રાખીને હુમલો કરવામાં આવ્યો છે. સ્કૂલથી 100 મીટર દૂર જ આ હુમલો કરવામાં આવ્યો છે, ઈજાગ્રસ્ત વિધાર્થી સાયકલ લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન હુમલો થયો છે, માતા-પિતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનો સિટી સ્કેન રિપોર્ટ અને સળિયો લઈને સ્કૂલે પહોંચ્યા હતા.

[[$alsoread]]


  • Follow us on: