સુરતમાં કીર્તિ પટેલ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, લોકોને ધમકાવી ખંડણી માગવાના અનેક આરોપ કીર્તિ પટેલ સામે લાગ્યા છે, કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલ સામે કડક કાર્યવાહી કરી છે અને કીર્તિ પટેલને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપી છે, વિવિધ પોલીસ સ્ટેશનમાં 9 જેટલા ગુનાઓ નોંધાયા છે કીર્તિ પટેલ સામે.
કીર્તિ પટેલને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવી
હનીટ્રેપ-ખંડણીમાં નામચીન કીર્તિ પટેલ સામે પોલીસે પહેલીવખત પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે. નવ ગુનાનો ઇતિહાસ ધરાવતી કીર્તિને વડોદરા જેલ ભેગી કરાઈ હતી. બિલ્ડરની હનીટ્રેપ કરી 2 કરોડની ખંડણી માંગવાના ગુનામાં કાપોદ્રા પોલીસે અગાઉ ધરપકડ કર્યા બાદ કીર્તિ સામે પાસા હેઠળ કાયદાનો કોરડો વિંઝાયો હતો. મળતી વિગતો પ્રમાણે ગત જુન ૨૦૦૪માં કીર્તિ પટેલ સામે કાપોદ્રા પોલીસમાં ગુનો નોંધાયો હતો. ફ્લેટ બુક કરાવી કેન્સલ કર્યા બાદ વધુ રકમની માંગણી કરનાર શખ્સ સાથે મળી સુરતના વૃદ્ધ બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવાયા હતા.
કાપોદ્રા પોલીસના ગુનામાં જામીન પર છૂટેલી કીર્તિ પટેલને પોલીસે કાયદો બતાવ્યો
ત્યારબાદ બે કરોડની ખંડણી માંગી બિલ્ડરને બ્લેકમેઈલ કરાયા હતા. સોશિયલ મીડિયામાં દેખાતી રહેતી કીર્તિ પટેલને પકવામાં પોલીસને એક વર્ષનો સમય લાગી ગયો હતો. ગત જુન માસમાં કીર્તિ પટેલની ધરપકડ કરાઈ હતી. તે સમયે કીર્તિએ બેશરમ થઈ ફોટોગ્રાફરને ટકાટક ફોટો પાડવા કહી અનેક કોમેન્ટ કરી હતી. વધુમાં સોશિયલ મીડિયામાં કાયમ એક્ટિવ રહેતી અને સસ્તી પબ્લિસિટી માટે કંઇ પણ હદે જતી કીર્તિ પટેલ સામે ખંડણી, હનીટ્રેપ, ધમકી સહિતના ૯ ગુના નોંધાઈ ચૂક્યા છે.દરમિયાન કાપોદ્રા પોલીસના ગુનામાં જામીન પર છૂટેલી કીર્તિ પટેલને કાયદાનો ખૌફ બતાવવા પાસાનું શસ્ત્ર ઉગામાયું હતુ.









