ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટના બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. આ પ્રકારના બનાવોમાં સુરતમાંથી એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે 60.14 લાખના ગુનામાં પ્રતિક શુક્લાને ઝડપી પાડ્યો છે. સાયબર ક્રાઈમ સેલની તપાસમાં આરોપી ઝડપાયો છે. આ ગુનામાં અગાઉ પોલીસે અંકુર નામના શખ્સને ઝડપ્યો હતો. તેણે બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું. આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.
સુરતમાં ડિજિટલ એરેસ્ટમાં આરોપી ઝડપાયો
સુરતમાં સાયબર ક્રાઈમ સેલ દ્વારા 60.14 લાખના ગુનામાં સંડેવાયેલા નાસતા ફરતા આરોપીને પકડી પાડ઼્યો છે. આરોપી પ્રતિક માતાપ્રસાદ શુક્લાને પોલીસે ઝડપી પાડ્યો છે. આ ગુનામાં અગાઉ અંકુર નામનો શખ્સ પોલીસના હાથે ઝડપાયો હતો. તેણે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું. પ્રતિકના બેંક એકાઉન્ટમાં ફરિયાદીના 26.41 લાખ રૂપિયા આવ્યા હતાં. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
