સુરતમાં ગણેશ ઉત્સવ હતો તે દરમિયાન મોટા વરાછા વિસ્તારમાં સુદામા ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરાયું હતુ અને આ આયોજન દરમિયાન સ્ટેજ પર બેસવા માટે માથાકૂટ થઈ હતી અને પોલીસ વચ્ચે પડી હતી, સમગ્ર બબાલમાં પોલીસ અને અલ્પેશ કથીરિયાના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને લાઠીચાર્જ થયો હતો અને તેના વીડિયો વાયરલ થયા છે.


સુરતમાં સુદામાં કા રાજામાં બબાલના વીડિયો આવ્યા સામે

સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન થયેલી બબાલના વીડિયો હવે સામે આવ્યા છે, જેમાં વીડિયોમાં જોઈ શકાય છે કે, પોલીસ અને અલ્પેશ કથીરિયાના સમર્થકો વચ્ચે બબાલ થઈ હતી અને પોલીસે લાઠીચાર્જ પણ કર્યો છે, અલ્પેશ કથીરિયા પણ પોલીસ સાથે જીભાજોડી કરતા નજરે આવ્યા છે, આયોજકો સાથે અલ્પેશના સમર્થકોની બબાલ થઈ હતી, પરંતું આ મામલે સુરત પોલીસે હજી સુધી કોઈ ગુનો નોંધ્યો નથી અને વીડિયો વાયરલ થયો છે, પોલીસ પણ લોકોને દંડાવાળી કરી રહી છે.

અલ્પેશ કથિરીયાના સમર્થકોની સુરતમાં થઈ હતી બબાલ

સુરતના મોટા વરાછામાં ગણેશ ઉત્સવ દરમિયાન બબાલ થઈ હોવાની વાત સામે આવી છે, સુદામા ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ અને તેમાં સ્ટેજ પર બેસવા માટે અલ્પેશ કથીરિયાના સમર્થકોએ બબાલ કરી હતી અને મામલો ઉગ્ર બન્યો હતો, સાથે સાથે પોલીસ વચ્ચે પડી હતી અને સમાધાન પણ થયું હતુ પરંતુ તે પહેલા પોલીસે પંડાલની અંદર લાઠીચાર્જ કરીને લોકોને ભગાવ્યા હતા, અલ્પેશ કથીરિયાએ આયોજકને ચિમકી આપતા મામલો બિચકયો હતો, બન્ને પક્ષ દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવી નથી અને સુરત પોલીસે પણ ફરિયાદ દાખવવા માટે ઉદાસીનતા દાખવી હતી.


  • Follow us on: