સુરતમાં વોન્ટેડ ડ્રગ્સ સપ્લાયર 9 મહિને ઝડપાયો છે, સીઆઈડી ક્રાઈમે મગદલ્લાની રેવ પાર્ટીમાં રેડ કરી હતી અને તે દરમિયાન આ ઝડપાયેલ આરોપીએ ડ્ર્ગ્સ મોકલ્યું હોવાની વાત સામે આવી હતી, SOGએ આરોપી મોહમદ હાસીમ શેખને ઝડપ્યો છે અને લાલગેટ હોડી બંગલા પાસેથી ઝડપી પાડ્યો છે.


[[$googlead]]

મગદલ્લાની રેવ પાર્ટીમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરનાર વોન્ટેડ આરોપી ઝડપાયો

સુરત SOG પોલીસે આરોપી મોહમદ હાસીમ શેખને લાલગેટ હોડી બંગલા નવાબ ટી સેન્ટર પાસેથી ઝડપી પાડ્યો છે, આરોપીએ પોતાના મિત્ર અમિત યાદવના જન્મદિવસના દિવસે ડ્રગ્સ આપ્યું હતું જેથી અન્ય મિત્રો મજા કરી શકે, પરંતુ આ જન્મદિવસના મહેફિલમાં સુરત CID ક્રાઈમે રેડ કરી હતી જ્યાંથી પોલીસને એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, આરોપીએ દારૂ તથા ડ્રગ્સની મહેફીલમાં દારૂ તથા નશીલા પદાર્થનું સપ્લાય કર્યું હતું. આરોપી વિરુદ્ધમાં NDPS એક્ટ મુજબનો ગુનો નોંધાયો હતો.

[[$alsoread]]

સીઆઈડી ક્રાઈમે રેડ કરી દરોડા પાડયા હતા

સીઆઇડી ક્રાઈમે બાતમીના આધારે ગત 20 ઓક્ટોબરે મગદલ્લામાં કરિશ્મા મહોલ્લામાં જલારામ કુટિર ખાતે આવેલા ફ્લેટમાં દરોડા પાડયા હતા. જ્યાં ડ્રગ્સ, ગાંજા, શરાબ અને છોકરીઓ સાથે પાર્ટી ચાલતી હતી. પોલીસને રૂમમાંથી ડ્રગ્સ, હાઇબ્રિડ ગાંજો, વ્હીસ્કીની બોટલો, બિયરના ટીન મળી આવ્યા હતા. શીપમાં નોકરી કરતા અમિત યાદવે બર્થ ડે પાર્ટી નિમિત્તે મિત્રવર્તુળને આ પાર્ટી આપી હતી. પોલીસે સ્થળ પરથી 9 સ્પા ગર્લ્સ સહિત 14 આરોપીને પકડી પાડયા હતા.

 

  • Follow us on: