સુરત કોર્ટ પરિસરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ચોરીના ગુનામાં કતારગામ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલા નરેશ પરમાર નામના યુવકનું કોર્ટ રૂમની અંદર જ અચાનક મોત નીપજ્યું હતું. પોલીસે આરોપીને વધુ કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કર્યો હતો, તે દરમિયાન અચાનક તેની તબિયત લથડતાં તે કોર્ટમાં જ ઢળી પડ્યો હતો, જેના કારણે સમગ્ર કોર્ટ સંકુલમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

કતારગામ પોલીસ સ્ટેશનની કામગીરી સામે પરિવારજનોના ગંભીર આક્ષેપો

આરોપી નરેશ પરમારના અચાનક અને કરૂણ મોત બાદ મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારે કતારગામ પોલીસ સ્ટેશનની પોલીસ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે પોલીસ કસ્ટડીમાં કે અટકાયત દરમિયાન યુવક પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાના કારણે તેનું મોત થયું છે. પરિવારે આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક ન્યાયિક તપાસ કરવાની માંગ કરી છે.

ચોરીના ગુનામાં અટકાયત બાદ કોર્ટ રૂમમાં જ યુવકનું કરૂણ મોત નિપજ્યું

મૃતક નરેશ પરમાર સામે અગાઉ ચોરીનો ગુનો નોંધાયો હતો, જેના સંદર્ભમાં કતારગામ પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ રિમાન્ડ કે રજૂઆત માટે તેને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો,

આ પણ વાંચો : Ahmedabad News : AMC નો મહત્વનો નિર્ણય, સીલ કરાયેલી સિઝનેબલ દુકાનોને ફરી ખોલવાની આપી મંજૂરી'