સુરતના ઉધના વિસ્તારમાં વેપારી સાથે 1.80 કરોડની મસમોટી ઠગાઈ આચરનાર આરોપીને ઉધના પોલીસે ઝડપી પાડી જેલભેગો કર્યો છે. આરોપી મનીષ પઠાડે ‘સીતારા બેગ્સ’ નામે એક બોગસ કંપની બનાવીને માલ બાહરોબહાર વેચી મારીને માલિક સાથે વિશ્વાસઘાત આચર્યો હતો.
ધંધામાં સતત ખોટ જતાં માલિકને શંકા ગઈ
ધંધામાં સતત ખોટ જતાં માલિકને શંકા ગઈ હતી અને તેમણે હિસાબ તપાસતાં આરોપી મનીષનો કાળો કારનામો ખુલ્લો પડ્યો હતો. ઠગાઈ બહાર આવતાની સાથે જ આરોપીએ માલિક પાસે માફી માંગીને શરૂઆતમાં 16.17 લાખ પરત આપ્યા હતા, પરંતુ બાકીની રકમ ચૂકવ્યા વગર જ તે ફરાર થઈ ગયો હતો.
