સુરતના ડુમસ રોડ વિસ્તારમાં આવેલા બે મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉમરા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી મુદ્દામાલ પણ કબજે કર્યો છે. બનાવની વિગત અનુસાર, ડુમસ રોડ પર આવેલા રુઢનાથ મહાદેવ મંદિર અને કાળી માતાના મંદિરમાં ચોરીની ઘટના બની હતી. પકડાયેલા આરોપીઓએ માત્ર બે દિવસના ગાળામાં, 100 મીટરના ટૂંકા અંતરમાં આવેલા આ બંને મંદિરોને નિશાન બનાવ્યા હતા.
સુરતમાં મંદિરમાં ચોરી કરનાર બે આરોપી ઝડપાયા
ચોરીની ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉમરા પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી હતી. ચોરીના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે આસપાસના વિસ્તારના 150થી વધુ CCTV ફૂટેજ ચેક કર્યા હતા. સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે ચોરી કરનાર બે આરોપીઓને ઓળખી કાઢ્યા હતા અને તેમને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા હતા.










