સુરત શહેરમાં કાયદાનું પાલન કરાવતા સરકારી અધિકારીઓ પર હુમલાની ઘટનામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં RTOના ઇન્સ્પેક્ટર સાથે માથાકૂટ અને મારામારી કરનાર બે ઇસમોને પાલ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.
ઓવરટેક કરવા બાબતે થયો ઝઘડો
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતને લઈને બની હતી. મોપેડ પર આવેલા બે યુવકોએ સુરત RTOના ઇન્સ્પેક્ટર સાથે ઝઘડો શરૂ કર્યો હતો. આ સામાન્ય માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને આરોપીઓએ RTO અધિકારી સાથે માત્ર મારામારી જ નહીં, પરંતુ તેમને ગંભીર ધમકીઓ પણ આપી હતી. આરોપીઓએ RTO અધિકારીને કહ્યું હતું કે, "તુમ દુબારા યહાં દિખેગે તો ગાડી કે સાથ જલા દેંગે" અને "પોલીસ હમારા ક્યા બિગાડ લેગી" તેમ કહીને મારી નાંખવાની ધમકી આપી હતી.










