સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ઘાઘોસર ગામમાં એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે ભયાનક અથડામણ સર્જાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અંગત અદાવતમાં બે પક્ષો વચ્ચે હથિયારોથી હુમલો કરવામાં આવ્યો છે.
અંગત અદાવતમાં બે પક્ષો વચ્ચે તીક્ષ્ણ હથિયારોથી હુમલો
મળતી માહિતી મુજબ, જૂની અંગત અદાવતને કારણે વિવાદ એટલો ઉગ્ર બન્યો કે બંને પક્ષો તીક્ષ્ણ હથિયારો સાથે આમને-સામને આવી ગયા અને ખુલ્લેઆમ મારામારી શરૂ થઈ ગઈ. આ હિંસક ઘટનામાં ચારથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે. ઘટનાના પગલે ગામમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો.
