બનાસકાંઠા જિલ્લાના થરાદમાં સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર મામલે થરાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વિધર્મી આરોપીની ધરપકડ કરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, બે દિવસ પૂર્વે ભોગ બનનાર સગીરાના પરિવારે થરાદ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.


થરાદમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર ઝડપાયો

ફરિયાદમાં જણાવાયું હતું કે, દિલશા ફકીર નામના આ વિધર્મી આરોપી સગીરાને બ્લેકમેઇલ કરીને અને તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપીને તેની સાથે સતત દુષ્કર્મ આચરતો હતો. ફરિયાદ નોંધાયા બાદ થરાદ પોલીસની ત્રણ અલગ-અલગ ટીમો આરોપીની શોધખોળમાં લાગી ગઈ હતી. 

સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરતો 

પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપી દિલશા ફકીરની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. સગીરા પર થયેલા આ ગંભીર ગુનાના પગલે સ્થાનિક વિસ્તારમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.

  • Follow us on: