[[$googlead]]
વડોદરા રેલવે સ્ટેશનથી 6 કરોડથી વધુની કિંમતનું સોનું ઝડપાયું છે. વડોદરા રેલવે સ્ટેશનથી 6 કિલો સોના સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. રેલવે સ્ટેશન પર શંકાસ્પદ વ્યક્તિનો થેલો ચકાસતા 6 કરોડથી વધુની કિંમતનું સોનું મળ્યું છે. આ મામલે પોલીસે ગુનો નોંધી શકમંદની પૂછપરછ હાથ ધરી છે. આ સોનુ ક્યાંથી લાવ્યો અને ટ્રેનમાં ક્યા લઇ જતો હતો તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

વડોદરા રેલવે સ્ટેશનથી 6 કરોડનું સોનું ઝડપાયું 

વડોદરા રેલવે સ્ટેશનથી પરથી મોટા પ્રમાણમાં સોનું જપ્ત કરવામાં આવ્યું છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 1 પર શંકાસ્પદ વ્યક્તિ ફરી રહ્યો હતો. પોલીસને વ્યક્તિ પર શંકા જતા તેની પૂછપરછ કરી ચેંકિંગ કરતા તેની પાસેથી થેલામાં રેખાલું 6 કિલો સોનું મળી આવ્યું હતું. આ મામલે પોલીસે વ્યક્તિની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી.

પોલીસે આરોપીની અટતકાયત કરી

વડોદરા રેલવે સ્ટેશન પરથી 6 કરોડનું સોનું મળતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસે આ સોનું ક્યાંથી લાવ્યો અને ટ્રેનમાં ક્યા લઇ જતો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે. રેલવે સ્ટેશન પરથી મોટી સોનાની તસ્કરી થતી હોવાની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે સોનું જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

  • Follow us on: