વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં નકલી પોલીસ બનીને તોડ (ખંડણી) કર્યાના એક ગંભીર મામલાનો ભેદ ઉકેલાઈ ગયો છે. મંજૂસર પોલીસની ટીમોએ સઘન તપાસના અંતે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી છે.


નકલી પોલીસ બનીને તોડ કર્યાનો ભેદ 

પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ઝડપેલા આરોપીઓમાં વિશ્વ ઓડ, મેહુલ શેખ, ઈર્શાદ શેખ અને પવન ઓડનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓએ સૌપ્રથમ રેકી કરી હતી અને ત્યારબાદ ડેરીના એક ટેમ્પાને રોકીને પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી અને તોડ કર્યો હતો. પોલીસે તેમની પાસેથી ₹ 1 લાખ 61 હજારની રિકવરી પણ કરી છે.

પોલીસે 4 આરોપીની ધરપકડ કરી 

જોકે, આરોપીઓનો અત્યાર સુધી કોઈ ક્રાઇમ રેકોર્ડ નથી, તેમ છતાં તેઓ નકલી પોલીસ બનીને આ પ્રકારના ગુના આચરતા હતા. પોલીસે હવે આ આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ કૃત્યમાં તેમની સાથે અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ અને તેમણે અગાઉ કેટલા લોકોને ટાર્ગેટ બનાવ્યા છે.

  • Follow us on: