વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાંથી મહારાષ્ટ્ર પાસિંગની કારમાં દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને PCBની ટીમે ઝડપી પાડી મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. બુટલેગરોએ પોલીસની નજરથી બચવા માટે કારની છત અને ફ્લોરની નીચે ખાસ ગુપ્ત ખાનું બનાવ્યું હતું અને તેમાં રૂ.2.41 લાખની કિંમતનો શરાબનો જથ્થો છુપાવીને લાવવામાં આવી રહ્યો હતો, જેને પોલીસે સફળતાપૂર્વક પકડી પાડ્યો છે.
ધુલીયાથી કાર મેળવી વડોદરા લાવતા જ PCBએ દબોચ્યા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ મહારાષ્ટ્રના ધુલીયા નજીકથી આ કાર મેળવી હતી અને દારૂનો જથ્થો ભરીને વડોદરા તરફ લાવી રહ્યા હતા. વાઘોડિયા રોડ ખાતે કાર પહોંચતા જ PCBની ટીમે સતર્કતા દાખવીને વાહન અટકાવી તપાસ હાથ ધરી હતી અને ગુપ્ત ખાનામાં છુપાવેલો દારૂનો જથ્થો કબજે કર્યો હતો.
