વડોદરા જિલ્લાના સાવલી પંથકમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સાવલી-શેરપુરા રોડ પર આવેલા ગોદામપુરા બસ સ્ટેન્ડ નજીક પૂરઝડપે આવી રહેલી કારના ચાલકે રસ્તા પર ઉભેલા બાઇક સવારને જોરદાર ટક્કર મારી હચી, જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં સંગીતા પાટણવાડિયાનું મોત
આ અકસ્માત એટલો ભીષણ હતો કે, બાઇક પર સવાર સંગીતા પાટણવાડિયા નામના મહિલાનું ઘટના સ્થળે જ કે સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હતું. અચાનક બનેલી આ દુર્ઘટનાને કારણે મૃતકના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મહિલાના મોતથી પરિવારમાં ભારે આક્રંદ છવાયો છે.

અન્ય ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ ખસેડાયો
અકસ્માતની આ દુર્ઘટનામાં બાઇક પર સવાર અન્ય એક વ્યક્તિને પણ સામાન્ય ઈજાઓ પહોંચી છે. સમગ્ર બનાવની જાણ થતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વ્યક્તિને વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને કાર ચાલક સામે કાયદેસરનો ગુનો દાખલ કરી દીધો છે. હાલ પોલીસ આ મામલે સઘન તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Vadodara : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે દંડ વસૂલવામાં સુપરફાસ્ટ, સુવિધામાં ધાંધલશાહી !