વડોદરના શિનોરમાં ગાંજાનું ખેતર ઝડપાયું છે. મીંઢોડામાંથી SOG ટીમે રમણ પાટણવાડીને ઝડપ્યો છે. આરોપીએ પોતાના ઘરની પાછળ જ ગાંજા ખેતી શરૂ કરી હતી. આરોપી છેલ્લા એક વર્ષથી ગાંજો ઉગાડતો હોવાનું અનુમાન છે. પોલીસે 26 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. આ સાથે એકની ધરપકડ કરી એક આરોપી વોન્ટેડ જાહેર કર્યો છે.


શિનોરમાં ગાંજાનું ખેતર ઝડપાયું 

લો બોલો ગાંજો પીવા ગાંજાની ખેતી કરતો ગંજેડી ઝડપાયો છે. શિનોરના મીંઢોડ ગામમાં રમણ પાટણવાડી નામના શખ્સે પોતાના ઘરની પાછળ ગાંજાની ખેતી કરી રહ્યો હતો. ગાંજાની ખેતી કરતા હોવાની બાતમી મળતા ગ્રામ્ય એસ. ઓ. જીની ટીમે દરોડા પડ્યા હતા. પોલીસે દરોડા પાડી ગાંજાની ખેતી કરતા એક આરોપીને ઝડપી લીધો છે. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.

પોલીસે 26 કિલો ગાંજો ઝડપી પાડ્યો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા એક વર્ષથી ગાંજો ઉગાડતો હતો. આરોપી પોતે ગાંજાનો બંધાણી હોવાથી ગાંજો ઉગાડતો હોવાની કેફીયત વર્ણવી છે. પોલીસે બાતમીને આધારે દરોડો પાડી 26 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે 2 લાખ 61 હજારનો ગાંજો જપ્ત કરી રમણ પાટણવાડીયાની ધરપકડ કરી અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો છે.

  • Follow us on: