વડોદરામાં 15 કરોડની ખંડણી માગનાર બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, NGT અધિકારીનો રોફ મારી 15 કરોડની ખંડણી માગી હતી, અને પ્રદૂષણના ખોટા આક્ષેપ કરી ધમકી આપી ખંડણી માગી હતી, આરોપીઓ પોતાને NGT અધિકારી તરીકે ઓળખ આપતા હતા અને આરોપી બાઉન્સર સાથે હોટલ પહોંચતા પોલીસે ઝડપ્યા છે. પોલીસે સુનિલ મહિડા અને જીતસિંહ રાણાની ધરપકડ કરી કરી છે.


[[$googlead]]

સાવલીના ટૂંડાવ ખાતે ખંડણી માંગવાનો બન્યો હતો બનાવ

ઇન્ડો એમાઈન્સના ડાયરેક્ટર પાસે એનજીટી અધિકારીનો રોફ મારી 15 કરોડની ખંડણી માગવામાં આવી છે, ખંડણી માગવાના સીસીટીવી ફૂટેજને આધારે પોલીસ આવી હતી એક્શનમાં અને ખંડણી માગનાર બંને ભેજાબાજની પોલીસે કરી ધરપકડ, સયાજીગંજ પોલીસે સુનિલ મહિડા અને જીતસિંહ રાણાની ખાનગી હોટેલ પરથી કરી ધરપકડ, પ્રદૂષણના ખોટા આક્ષેપ લગાવી કંપની બંધ કરાવી દેવાની ધમકી આપી ખંડણી માંગવામાં આવી હતી.

હોટેલમાં મિટિંગના બહાને છટકું ગોઠવી આરોપીઓને ઝડપ્યાં : DCP

સુનિલ મહિડા કારમાં લાલ-ભૂરી લાઇટ અને બાઉન્સર સાથે હોટેલ ખાતે પહોંચતા પોલીસે શંકા ગઈ હતી અને કંપની ડાયરેક્ટરે વાતચીતની ઓડિયો ક્લિપ એકઠી કરી પોલીસને ફરીયાદ કરી હતી, આરોપીઓ ખોટા દાવાથી પોતાને એનજીટી અધિકારીના પ્રભાવશાળી વ્યક્તિ દર્શાવતા હતા આ ઘટના 22 ઓકટોબરે બની હતી, જેમાં સુનિલ મહિડા કંપની ખાતે વાતચીત કરવા આવતા CCTVમાં કેદ થયા હતા, સયાજીગંજ પોલીસે વધુ બે બાઉન્સરોની પણ શોધખોળ શરૂ કરી છે, પોલીસે આરોપીઓના રાજકીય કનેક્શન અને અન્ય ગુનાઓમાં સંડોવણી અંગે તપાસ તેજ કરી કરી છે.

[[$alsoread]]


  • Follow us on: