શહેરના માંજલપુર વિસ્તારના ઈવા મોલના ત્રીજા માળે વોશરુમની કોમન ગેલેરીમાં એક સ્વિપર દ્વારા 10 વર્ષની બાળકી સાથે છેડછાડ કરવામાં આવી હતી. પહેલી વખત બાળકી સાથે હાથ મીલાવ્યો હતો. બીજી અને ત્રીજી વખત પૂછ્યુ કે તુ જમી ? અને ચોથી વખત ગાલ ઉપર ચુંબન કરીને છેડછાડ કરી હોવાના ગંભીર આરોપ વાલી દ્વારા લગાડવામાં આવ્યા છે. આ કિસ્સામાં ભોગ બનનાર બાળકી ૧૦ વર્ષની છે.
માંજલપુર પોલીસે આરોપીની કરી ધરપકડ
તેના માતા પિતા સાથે સોમવારે રાતે 8 વાગ્યાના અરસામાં માંજલપુર ઈવો મોલ આવી હતી. આ પરિવાર ડિનર લેવા માટે આવ્યુ હતુ. પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ કે, મોલના ત્રીજા માળે કોમન ટૉયલેટ બાથરુમ આવેલા છે. બાળકી ત્રણ થી ચાર વખત ટૉયલેટની કોમન લોબીમાં ગઈ હતી. ત્યારે સ્વિપર પારસ પરમાર (ઉ.વ.૩૫) (રહે, સોના પાર્ક, માંજલપુર) ત્યાં હાજર હતો. પહેલી વખત તેણે બાળકી સાથે હાથ મીલાવ્યો હતો. બીજી અને ત્રીજી વખત પૂછ્યુ હતુ કે જમી લીધુ ? અને ચોથી વખત ગાલ ઉપર ચુંબન કરીને શરીર સાથે અડપલાં કર્યા હોવાનો આક્ષેપ છે. બાળકીની માતાએ આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.









