વડોદરામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને જાહેર રોડ પર હથિયાર સાથે આતંક મચાવતા લોકો ગભરાઈ ગયા હતા, સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા અને CCTVના આધારે પોલીસે આરોપીઓને ઝડપ્યા છે, પોલીસે બંને આરોપીઓને ઉઠક બેઠક કરાવી મંગાવી માફી અને પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી.
વારાસીયા પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ
વડોદરા શહેરમાં અસામાજિક તત્વોને જાણે નથી રહ્યો પોલીસનો ખોફ, વડોદરામાં અસામાજિક તત્વોએ નગ્ન હથિયારનું કર્યું પ્રદર્શન અને વૃંદાવન ટાઉનશીપમાં યુવક પર તલવાર વડે લુખ્ખા તત્વોએ હુમલો કરવાનો કર્યો પ્રયાસ, સંગમ રોડ પર આવેલી વૃંદાવન ટાઉનશીપમાં લુખ્ખા તત્વોએ ખુલ્લેઆમ તલવાર લહેરાવી મચાવ્યો આંતક જેના કારણે લોકોએ પોલીસને જાણ કરી હતી, યુવક સ્થળ પરથી ભાગી જતાં તેનો જીવ બચ્યો હતો અને સોશિયલ મીડિયામાં પણ વીડિયો વાયરલ થયો હતો.
બંને આરોપીઓને ઉઠક બેઠક કરાવી મંગાવી માફી
પોલીસે ઘટનાની જાણ થતાની સાથે બે આરોપીની અટકાયત કરી લીધી અને ઉઠબેઠક કરાવીને માફી મંગાવી હતી, આ કેસમાં સ્થાનિકોનો એવો પણ આક્ષેપ છે કે, આરોપી દ્વારા અગાઉ પણ આતંક મચાવવામાં આવ્યો હતો, વડોદરા પોલીસ આવા બેફામ બનેલા આરોપી સામે પાસાની કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે, બીજી તરફ વડોદરામાં દિવાળીપુરા વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય યુવકે સોશિયલ મીડિયા મારફતે 17 વર્ષીય સગીરા સાથે મિત્રતા કેળવી, તેને પ્રેમની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અકોટા પોલીસે આરોપીની ધરપકડ કરી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે.









