ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટના બનાવો સતત પ્રકાશમાં આવી રહ્યાં છે. એક સિનિયર સિટિઝન બેંક મેનેજરની સતર્કતાને કારણે આ પ્રકારની ઘટનાનો ભોગ બનતા બચી ગયા હતાં. પાંચ દિવસ સુધી સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતાં. તેમને 20 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવા માટે કહેવામાં આવ્યું હતું. ફિક્સ ડિપોઝિટ તોડીને આ સિનિયર સિટિઝન બેંકમાં ગયા હતાં. પરંતુ બેંક મેનેજરની સતર્કતાએ સમગ્ર બનાવથી તેમને બચાવી લીધા હતાં.

વડોદરામાં સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરાયા

વડોદરામાં એક સિનિયર સિટિઝનને મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે કોલ આવ્યો હતો. તેમનું મોબાઈલ સીમ કાર્ડ અને બેંક એકાઉન્ટનો ફ્રોડમાં ઉપયોગ થયો હોવાનું કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમને પાંચ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરાયા હતાં. તેમની પાસે આરોપીઓએ 20 લાખ રૂપિયાની માગ કરી હતી. ત્યાર બાદ આ સિનિયર સિટિઝને બેંકમાંથી એફડી તોડાવી હતી અને બેંકમાં ટ્રાન્સફર કરવા માટે ગયા હતાં. જ્યાં બેંક મેનેજરને શંકા જતાં જ ખબર પડી ગઈ હતી કે, આ કેસ ડિજિટલ એરેસ્ટનો છે. તેમણે સિનિયર સિટિઝનને સમજાવ્યા હતાં. બેંક મેનેજરે પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ બેંકમાં પહોંચીને સિનિયર સિટિઝનને સમજાવ્યા હતાં.

આ પણ વાંચોઃ Jammu and Kashmir : કિશ્તવાડના ચતરુ જંગલમાં એન્કાઉન્ટર, જૈશના બે આતંકવાદી ઠાર