વડોદરામાં સ્ટંટબાજોને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે, નવલખી મેદાનમાં જોખમી સ્ટંટ કરી સીનસપાટા કર્યા હતા અને આ વાત પોલીસને ખબર પડતા પોલીસે કાર સાથે 9 આરોપીની ધરપકડ કરી છે, આરોપીએ પહેલા ડ્રોનથી વીડિયો ઉતાર્યો હતો અને સ્ટંટ કર્યા હતા, સમગ્ર ઘટનામાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
આરોપીઓએ ચાર કાર સાથે સ્ટંટ કરતો વીડિયો ડ્રોનથી શૂટ કર્યો હતો
રીલના ચક્કરમાં ફરી વડોદરામાં આરોપીઓ ઝડપાયા છે, ડ્રોનથી રીલ બનાવી અને ત્યારબાદ તે રીલ વાયરલ થતા પોલીસના હાથે આવી ગઈ હતી અને પોલીસે કોઈ પણ વાતની ભલામણ રાખ્યા વિના 9 આરોપીને ઝડપી પાડયા છે, રીલના વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી, ટ્રાફિક પોલીસે સ્ટંટ કરનાર 9 લોકોની અટકાયત કરી છે અને પોલીસે અટકાયત બાદ સ્ટંટ બાજો પાસે માફી મંગાવી હતી.
નવલખી મેદાનમાં જોખમી સ્ટંટનો વીડિયો થયો હતો વાયરલ
રોડ પર અને ખુલ્લી જગ્યાઓમાં જોખમી સ્ટંટના કિસ્સાઓ વધી રહ્યાં છે, કાળા કલરની ત્રણ સ્કોર્પિયો અને સ્વીફટ કારનો સ્ટંટ કરતો વીડિયો થયો હતો વાયરલ, સાઉથના ફિલ્મની જેમ જોખમી સ્ટંટના ડ્રોનથી વિડીયો શુટ કરી રીલ બનાવતા પોલીસ પણ એકશનમાં આવી ગઈ હતી, વડોદરા પશ્ચિમ વિભાગ ટ્રાફિક પોલીસે સ્ટંટ કરનાર 9 લોકોની કરી અટકાયત અને આ લોકો પાસે લાયસન્સ છે કે નહી તે દિશામાં પણ તપાસ કરી હતી, પોલીસે તમામને કાન પકડીને ઉઠક બેઠક કરાવી હાથધરી કાયદેસરની કાર્યવાહી.









