વડોદરામાં છેલ્લા ઘણા સમયથી ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં વધારો થયો છે જેના કારણે પોલીસ એલર્ટ મોડમાં છે, મોડી રાત્રે પોલીસે વડોદરા શહેરના અલગ-અલગ વિસ્તારમાં વાહન ચેકિંગ કર્યુ હતુ, તો શંકાસ્પદ લાગતા વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતુ, DCB અને PCB સહિતની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરાયું હતુ.
વડોદરામાં ઈનોવા કારના ચાલકે વાહનોને લીધા હતા અડફેટે
વડોદરામાં નટુભાઈ સર્કલ પાસે કાર ચાલકે અકસ્માત સર્જયો હતો અને કારચાલકે એકસાથે ચાર વાહનોને અડફેટે લીધા હતા અને નશાની હાલતમાં કારચાલકે સર્જ્યો અકસ્માત, પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો અને ડ્રિંક એન્ડ ડ્રાઇવનો કેસ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, તો ગોરવા PI કિરીટ લાઠીયાનું નિવેદન સામે આવ્યું હતુ કે, લોકોએ કાયદો હાથમાં લઇ આરોપી સાથે હાથાપાઈ કરી હતી અને હાથાપાઈમાં આરોપી હર્ષ કશ્યપને પહોંચી છે ઈજાઓ.
બે દિવસ અગાઉ વડોદરામાં હિટ એન્ડ રનમાં બે યુવકના મોત
ગળતેશ્વર બ્રિજ પર હીટ એન્ડ રનમાં બે ના મોત થયા હતા અને અજાણ્યા વાહને બાઈકસવાર યુવકોને લીધા હતા અડફેટે, અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જી ફરાર થયો હતો અને પોલીસે અજાણ્યા વાહનચાલકની શોધ શરૂ કરી હતી. વડોદરામાં નશામાં ધૂત નબીરાએ રોડ પર સૂતા શ્રમિકો પર કાર ચઢાવી હતી, વડોદરામાં અક્ષર ચોક સર્કલ વિસ્તારની ઘટના હતી જેમાં વધુ એક વાર તહેવાર અગાઉ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની ઘટના બની હતી, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ બાદ અકસ્માતમાં ચાર વર્ષીય બાળકનું મોત થયું છે, ચાર વર્ષીય બાળકનું સ્થળ પર જ મોત થયું છે, અને ફૂટપાથ પર સુઈ રહેલા 3 લોકો પર નશાની હાલતમાં કાર ચઢાવી દીધી હતી, નશેડી માંજલપુરનો રહેવાસી છે અને અકસ્માત બાદ ભાગવા જતા લોકોએ ઝડપી પાડ્યો છે, રોષે ભરાયેલા લોકોએ કારની તોડફોડ કરી છે.









