વડોદરાના છાણીમાંથી SMCએ દારૂ ભરેલું ટેન્કર ઝડપ્યું છે અને GSFC નજીકથી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું હોવાની વાત સામે આવી છે, છાણી પોલીસ ઊંઘતી ઝડપાઇ અને SMCએ દારુ ઝડપ્યો છે, ખાતરની આડમાં દારૂના જથ્થો લાવ્યા હતા અને SMCએ દારૂ સહિત મુદ્દામાલ કબ્જે કર્યો છે, પોલીસે 2 શખ્સોની અટકાયત કરી છે, ટ્રકનું પાસિંગ નાગાલેન્ડ હોવાનું સામે આવ્યું છે.


[[$googlead]]

વડોદરાના છાણી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો

વડોદરાના છાણી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડયા છે, જીએસએફસી નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલું કન્ટેનર ઝડપાયું છે અને છાણી પોલીસ ઉંઘતી ઝડપાઈ અને SMCએ ખેલ પાડી દીધો છે, વિપુલ પ્રમાણમાં જથ્થો ક્યાંથી આવ્યો? અને કોણે મંગાવ્યો ? એ અંગે તપાસ ચાલુ છે, દિવાળીમાં દારૂની રેલમછેલ કરવાના બુટલેગરના મનસુબા પર પાણી ફરી વળ્યું છે, છાણી પોલીસની નજર હેઠળ આ દારૂ મંગાવવામાં આવ્યો કે શું ?

ગુજરાત SMCને માહિતી હતી અને રેડ પાડી

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદ-મુંબઈ હાઈવે પર ટ્રક ભરેલો દારૂ છે અને તે વડોદરામાં પ્રવેશ કરી રહ્યો છે અને કન્ટેનરમાં દારૂ છે તેને લઈ માહિતી મળી હતી તે માહિતીના આધારે તપાસ કરતા ટ્રકમાંથી દારૂ મળી આવ્યો હતો, આ દારૂનો જથ્થો હરિયાણાથી ગાંધીધામ લઈ જવાનો હોવાની વાત સામે આવી છે, પોલીસે ટ્રક ડ્રાઈવર સતવીરસિંહ વાલ્મિકી (રહે: ખુંગાઈ, તા. બદલી, જિ. ઝજ્જર, હરિયાણા) અને મનજીત શર્મા (ટ્રકનો સહ-ડ્રાઈવર, રહે: બિરધાણા, તા. ડી. ઝજ્જર, હરિયાણા)ને ઝડપી પાડ્યાં હતાં.

[[$alsoread]]

વોન્ટેડ આરોપીઓના નામ

1.ઋષિરાજ ઝજ્જર (સપ્લાયર), રહે: મહેરાણા, હરિયાણા

2.રાકેશ જાટ (સપ્લાયર)

3.અજાણ્યો વ્યક્તિ (રિસિવર), રહે: ગાંધીધામ, કચ્છ

4. ટ્રકનો માલિક (ટ્રક નંબર: NL-01-AJ-6162)

  • Follow us on: