વડોદરામાં ગણેશ મૂર્તિ પર ઈંડા ફેંકવા મુદ્દે પોલીસે વધુ 2 વિધર્મીઓની ધરપકડ કરી છે, આરોપી જુનેદ અને જાવેદ મલેકની ધરપકડ કરી છે, ઈંડા ફેંકવા ટીખળ નહીં કાવતરું હોવાનો ખુલાસો થયો છે, અગાઉ ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડમાં ખુલાસો અને અગાઉ પોલીસે 3 આરોપીઓની કરી હતી ધરપકડ અને પોલીસ રિમાન્ડ દરમ્યાન આરોપીઓએ કરી કબૂલાત કે તેમણે જ ઈંડા ફેંકયા હતા.
સોમવારે રાતે 1.30 વાગે ખાનગાહ મહોલ્લામાં માફિયા ગેંગની મિટીંગ મળી હતી
ગણેશોત્સવ ટાંણે શહેરમાં કોમી તોફાન કરવાનો પ્લાન ઘડવા બેસેવાનો આરોપ ધરાવતાં માફિયા ગેંગના વધુ બે મેમ્બરની આજે ગુરુવારે રાતે સિટી પોલીસે ધરપકડ કરી છે. વાડી ખાનગાહ મહોલ્લામાં રહેતાં અને મોટો મગર અને નાનો મગર તરીકે ઓળખાતા આરોપીઓ સબંધમાં સગા ભાઈ છે.આ પ્રકરણમાં પહેલા એક સગીર સહિત કુલ ૩ આરોપીની ધરપકડ થઈ હતી. આજ રોજ ગિરફતાર થયેલાં બે આરોપી સાથે આ કેસમાં એરેસ્ટ કરેલા આરોપીની કુલ સંખ્યા પાંચ થઈ છે. સોમવારે રાતે 1.30 વાગે ખાનગાહ મહોલ્લામાં માફિયા ગેંગની મિટીંગ મળી હતી.
ઈંડા ફેંકવા માટે પહેલા મિટીંગ કરી હતી
સોમવારની રાતે પાણીગેટ માંડવી રોડ ઉપરથી કોઈ પણ મંડળની ગણપતિની સવારી નીકળે તે સવારી ઉપર ઈડા ફેંકવાનું કાવતરુ ઘડાયું હતુ. હાલના આરોપીઓ ઈડા ફેંકવા ગયા ન હતા. તેઓ કાવતરુ ઘડાયું હતુ તે બેઠકમાં હાજર હતા. આરોપીઓની પૂછપરછ શરુ કરવામાં આવી છે. પી.આઈ. ચૌહાણે જણાવ્યુ હતુ કે, આરોપીઓની પૂછપરછમાં એવી હકિકત સામે આવી હતી કે, સોમવારે રાતે ૧-૩૦ વાગે વાડી, ખાનગાહ મહોલ્લામાં માફિયા ગેંગની મિટીંગ મળી હતી. જેમાં નક્કી કરવામાં આવ્યુ હતુ કે, આજની રાતે પાણીગેટ માંડવી રોડ પરથી જે કોઈ પણ શ્રીજીની સવારી પસાર થાય તે સવારી ઉપર ઈંડા ફેંકીશું.
ઝડપાયેલ આરોપીઓની પોલીસે કરી સરભરા
જુનેદ ઉર્ફે મોટો મગર હનિફ મલેક (ઉ. વ.૩૨) તેમજ જાવિદ ઉર્ફે નાનો મગર હનિફ મલેક (ઉ.વ.૨૪) (બંને રહે, ખાનગાહ મહોલ્લા, વાડી) હાજર હતા. આ બંને સબંધમાં સગા ભાઈ થાય છે. માંજલપુરની શ્રીજીની સવારીને ટાર્ગેટ કરવાનો પ્લાનિંગ નહતો પરંતુ કોઈ પણ સવારી પસાર થાય તે સવારી ઉપર ઈંડા ફેંકવાના હતા. જાવિદ સેલ્સમેન છે અને જુનેદ રિક્ષા ચલાવે છે, તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.









