વડોદરામાં નશાની હાલતમાં નિવૃત પીએસઆઈએ અકસ્માત કર્યો હતો અને નશાની હાલતમાં કારથી યુવતીને ટક્કર મારી હતી, યુવતીને ઈજા પહોંચી છે અને સ્થાનિકોએ ધીરજ પરમારને પકડી પોલીસને સોંપ્યો છે, પોલીસે પણ આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે, કારમાંથી કોઈ દારૂની બોટલ મળી આવી નથી પણ સ્થાનિકોનો આક્ષેપ છે કે, નશાની હાલતમાં આ અકસ્માત સર્જયો છે.


વડોદરાના અકોટામાં નિવૃત પોલીસ કર્મીએ અકસ્માત સર્જયો

વડોદરાના અકોટામાં નિવૃત પોલીસ કર્મીએ અકસ્માત સર્જયો છે અને ઘટનાની જાણ થતાની સાથે લોકોના ટોળા ઉમટી પડયા હતા, સદનસીબે યુવતીનો બચાવ થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી, સમગ્ર ઘટનામાં પોલીસે આસપાસના સ્થાનિકોના નિવેદન લીધા છે અને નિવેદનના આધારે નિવૃત પીએસઆઈની પૂછપરછ કરી છે, સ્થાનિકોનો એવો પણ આક્ષેપ છે કે, આ પોલીસકર્મીને કારમાંથી બહાર કાઢયો તો તે ઉભો રહી શકે તેવી પણ સ્થિતિ હતી નહી.

નશાની હાલતમાં નિવૃત પીએસઆઈએ કર્યો અકસ્માત

નશાની હાલતમાં ગુજરાતમાં અનેક પોલીસકર્મીએ અકસ્માત સર્જયો છે અને તેના કારણે મોતની ઘટના પણ બની છે, ખાખી જ ખાખીને ડાગ લગાવી રહી છે, ત્યારે નિવૃત પીએસઆઈ કે જેઓ કાયદાના જાણકાર છે તેમ છત્તા નશો કરીને ડ્રાઈવિંગ કર્યુ તે કેટલું યોગ્ય કહેવાય ? આ તો સારૂ છે કે યુવતી બચી ગઈ જો તેનું મોત થયું હોત તો કોણ જવાબદાર રહેત ? નશો કરીને ડ્રાઈવ કરો એટલે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો તો ગુનો નોંધાય છે સાથે સાથે અકસ્માતનો પણ ગુનો પણ નોંધાયો છે.
 
  • Follow us on: