વડોદરા રેલવે પોલીસે બાળ તસ્કરીનું રેકેટ ઝડપી પાડયું છે, મુંબઇ જતી ટ્રેનમાંથી 41 બાળ મજુરો મળી આવતા પોલીસે કાર્યવાહી કરી છે, 41 માંથી 16 બાળ મજૂર સગીર હોવાનું ખુલ્યું છે, તો બીજી તરફ વડોદરા રેલવે પોલીસે રેસ્ક્યુ કરેલ બાળ મજુરોને બાળ રિમાન્ડ હોમમાં મોકલ્યા છે, મુંબઇ સેન્ટ્રલ ટ્રેનમાં રેલવે પોલીસનું સફળ ઓપરેશન.


[[$googlead]]

બિહાર અને મધ્યપ્રદેશનાં બાળકોની તસ્કરી થતી

વડોદરા રેલવે પોલીસની મોટી કામગીરી સામે આવી છે જેમાં બિહાર અને મધ્યપ્રદેશના બાળકોની બાળ મજૂરી માટે ઉપયોગ થતો હતો અને પોલીસને આ માહિતી મળી હતી, તો પોલીસે ટ્રેનમાંથી બાળ મજૂરોને મુકત કરાવ્યા છે, બાળકોને મજૂરી માટે સુરત અને મુંબઇ મોકલાતા હતા, તો સમગ્ર ઘટનામાં પ્રયાસ જુવેનાઇલ સંસ્થાએ પોલીસને બાતમી આપી હતી અને પોલીસે કાર્યવાહી કરી છે.

[[$alsoread]]

કટીહાર-મુંબઈ સ્પેશિયલ ટ્રેનમાંથી બાળકોને મુકત કરાવ્યા

કટીહાર-મુંબઈ સ્પેશિયલ ટ્રેનમાં બિહારના સગીરોને મદરેસામાં ભણવાના બહાને સુરત લઇ જવાતી હોવાની બાતમી બાળકો માટે કામ કરતી સંસ્થા પ્રયાસને મળતા તેઓએ રતલામ અને વડોદરા રેલવે સ્ટેશન પર જાણ કરતા બુધવારે બપોરે ટ્રેનમાંથી 16 બાળકોને રેલવે પોલીસની સહાયતાથી રેસ્કયૂ કરવામા આવ્યા હતા. આ બાળકોનો કબ્જો ચાઈલ્ડ વેલફેર કમિટીને સોંપવામાં આવ્યો હતો. પ્રયાસ જુવેનાઈલ એઈડ્ સેન્ટર સોસાયટી નામની સંસ્થાના હરીશ પરમાર અને સાહિલ વૉરાને બાતમી મળી હતીકે ટ્રેનમાં બિહારના બાળકોને સુરત લઈ જવામાં આવી રહ્યા છે. આ બાળકોને મદરેસામાં ભણવા જવા માટે જતા હોવાના ઓથા હેઠળ બાળ મજુરી માટે લઇ જવાય છે.  

  • Follow us on: