સાવલીની પોક્સો કોર્ટે સગીરા બાળા સાથે દુષ્કર્મના ગંભીર કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે 20 વર્ષીય આરોપી જયદીપસિંહ ઉર્ફે ચકુ છત્રસિંહ ચૌહાણને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે. એટલે કે આરોપીએ જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવું પડશે.

20 વર્ષના આરોપીને અંતિમ શ્વાસ સુધી કેદ

આ કેસમાં આરોપી જયદીપસિંહ ઉર્ફે ચકુ છત્રસિંહ ચૌહાણ સામે સગીરા બાળા સાથે દુષ્કર્મ આચરવાનો ગુનો હતો. કેસની સુનાવણી દરમિયાન સાવલીની પોક્સો કોર્ટે આરોપીને આજીવન કેદની સજા સંભળાવી હતી. કોર્ટે તેને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં રાખવાનો હુકમ કર્યો છે.

પીડિત પરિવારને 8 લાખની સહાયની ભલામણ

કોર્ટ દ્વારા પીડિતાના પરિવારને પણ સહાય મળે તે માટે મહત્વપૂર્ણ ભલામણ કરવામાં આવી છે. વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ હેઠળ પીડિતાના પરિવારને 8 લાખની સહાય ચૂકવવા જિલ્લા લીગલ સર્વિસિસ ઓથોરિટીને ભલામણ કરવામાં આવી છે.

સાવલી પોક્સો કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

સગીરા સાથેના દુષ્કર્મના કેસમાં આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારાતાં આ ચુકાદો ચર્ચામાં આવ્યો છે. સાથે જ પીડિત પરિવારને આર્થિક સહાય મળે તે માટે પણ કોર્ટ દ્વારા ભલામણ કરવામાં આવી છે. 


આ પણ વાંચો :   Bhavnagar : કાજલ બારૈયા હત્યા કેસમાં ફૈઝલ ઉર્ફે ખાટકીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ