ગુજરાતમાં ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીમાં ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) ને વધુ એક મોટી સફળતા મળી છે. વલસાડના કલવાડા નજીક આવેલી એક ખાનગી વાડીમાં છુપાવેલા કોલ્ડ સ્ટોરેજ (Cold Storage) પર દરોડો પાડીને DRI એ મોટા પ્રમાણમાં પ્રવાહી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.
વલસાડમાં કોલ્ડ સ્ટોરેજમાંથી ડ્રગ્સ ઝડપાયું
DRI દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી તાજેતરમાં પકડાયેલા ડ્રગ્સના એક મોટા મામલાની વધુ તપાસના ભાગરૂપે કરવામાં આવી છે. DRI ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ડ્રગ્સનો જંગી જથ્થો કલવાડા નજીકની એક ખાનગી વાડીના કોલ્ડ સ્ટોરેજમાં છુપાવવામાં આવ્યો છે. તાત્કાલિક કાર્યવાહી કરીને DRIની ટીમે કોલ્ડ સ્ટોરેજને ઘેરી લીધું હતું અને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, કોલ્ડ સ્ટોરેજમાંથી પ્રવાહી સ્વરૂપમાં રહેલા ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત કરોડોમાં આંકવામાં આવી રહી છે.










