સંઘ પ્રદેશ દમણમાં અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ખારીવાડ વિસ્તારમાં બે કાર સામ સામે ટકરાતા એક કાર ચાલકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ વિસ્તારમાં રોંગ સાઈડ આવતીકાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં વાપીના મહિલા એડવોકેટના પુત્રનું મોત નિપજ્યું છે.

વાપીના મહિલા એડવોકેટના એકના એક પુત્રનું કરૂણ મોત

સંઘ પ્રદેશ દમણના ખારીવાડ વિસ્તારમાં બે કાર સામ સામે અથડાઈ હતી. દમણથી રોંગ સાઈડમાં પુર ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કાર વાપી તરફથી આવતી કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં વાપી તરફથી આવતી કારનો ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વાપીના મહિલા એડવોકેટના એકના એક પુત્રનું કરૂણ મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. મૃતક મુંબઈની કોલેજમાં અભ્યાસ કરતો હતો.