કપરાડા તાલુકામાં કિશોરી અંધશ્રદ્ધાનો શિકાર બની હોવાની વાત સામે આવી છે, બિમાર કિશોરીને સારી કરવાના બહાને દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે, હવસખોરે અલગ અલગ જગ્યા લઈ જઈ દુષ્કર્મ આચર્યુ છે, તો માતા-પિતા ભગત શંકર તડવી પાસે લઈ ગયા હતા અને કિશોરીને એકલતામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે.
કિશોરીએ આપવીતી જણાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ
વલસાડના કપરાડામાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કિશોરી બિમાર હોવાથી તેના માતા-પિતા ભગત પાસે લઈ ગયા હતા અને તમારી દીકરીને સારૂ થઈ જશે તેમ કહી અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો અને કિશોરીને દુષ્કર્મનો ભોગ બનાવ્યો હતો, પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, દીકરી ગભરાઈ ગઈ હતી અને આરોપી પાસેથી છૂટે તે બાદ તેણે માતા-પિતાને આપવીતિ જણાવી હતી અને માતા-પિતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના એક ગામનો બનાવ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના એક ગામે આ બનાવ બન્યો હતો, લંપટ ભગતે બિમાર કિશોરીને સારી કરવાના બહાને ડુંગર પર લઈ જઈ દુષ્કર્મ આચાર્યું છે, પારડીની કિશોરીને માતા-પિતા ભગત શંકર તડવી પાસે લઈ ગયા હતા અને દેવળમાં પ્રાર્થના કરવી પડશે કહી કિશોરીને મુકી જવાનું કહ્યું હતું, હવસખોર ભગતે કિશોરીને અલગ અલગ જગ્યા લઈ જઈ હવસ સંતોષી છે, કિશોરીએ આપવીતી જણાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે, પોલીસે કિશોરીના શરીરના અલગ-અલગ મેડિકલ રીપોર્ટ પણ કઢાવ્યા છે અને સારવાર હેઠળ ખસેડી છે.
18 એપ્રિલ 2025ના રોજ પણ વલસાડમાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો હતો
વલસાડમાં ધશ્રદ્ધામાં એક યુવતીનું મોત થયું હતુ જેમાંપારડી પોલીસે 4 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મૃતક યુવતીના પિતા, 2 બહેન અને જમાઈ સામે ગુનો નોંધાયો હતો, પરિવારની બેદરકારીથી જીવ ગયો હોવાનું સામે આવ્યું હતુ, તો યુવતીને માતાજી આવતા હોવાથી રૂના દીવડા મુક્યા હતી અને રૂના દીવડા મુકતા મૃતક યુવતી ગંભીર રીતે દાઝી ગઈ હતી અને હોસ્પિટલના બદલે ઘરે સારવાર કરતા તબિયત લથડી હતી અને તેનું મોત થયું હતુ.









