વલસાડ રેલવે સ્ટેશન પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્ટેશન પર રખડતું જીવન વિતાવતા ભિક્ષુક પરિવારની 9 વર્ષની બાળકી સાથે કુલીએ કર્યા શારીરિક અડપલાં, બાળકી વેઈટિંગ રૂમમાં બાથરૂમ ગઈ ત્યારે કુલી તરીકે કામ કરતો ઈસમ તેની પાછળ જઈ બાળકીને લોભામણી લાલચો આપી તેને નિવસ્ત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો.


[[$googlead]]

બાળકીએ પરિજનોને જાણ કરતા મામલો સામે આવ્યો

બાળકીના શરીરે હાથ ફેરવી તેણી સાથે અડપલાં કર્યા હતા, જોકે સજાગ બાળકી વેઈટિંગ રૂમમાંથી દોડીને બહાર આવી અને બૂમાબૂમ કરી હતી અને સમગ્ર ઘટના બહાર આવી હતી, સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર એક પર વેઈટીંગ રૂમમાંથી બાળકી બાહર આવી બુમાબુમ કરતા બાળકીની બૂમો સાંભળી તેના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, બાળકી ને સમગ્ર ઘટના પરિવાર ને જણાવતા પરિવારે તરત જ વલસાડ GRPને જાણ કરી હતી.

[[$alsoread]]

પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી

GRP પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી આરોપી આધેડની ગણતરીની મિનિટોમાં જ઼ ધરપકડ કરી લીધી હતી, પોલીસે વેઈટિંગ રૂમના CCTV ફૂટેજ મેળવી ઘટના સ્થળનું પંચનામું કરી આરોપી અને બાળકીનું મેડિકલ કરાવી આગળની તપાસ શરૂ કરી છે, આ ઘટનાએ રેલવે સ્ટેશન પર મહિલાઓની સુરક્ષાના મુદ્દાને ચર્ચામાં લાવ્યો છે, વલસાડ સ્ટેશન પર આ પ્રકારની ઘટના એ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે.


  • Follow us on: