વાપીમાં નશામાં ધૂત કારચાલકે ફરી લોકોને ઉડાવ્યા છે, 3 થી 4 વાહનોને કારચાલકે ઉડાવી દીધા છે, તો કારચાલકે એટલી હદે નશો કર્યો હતો કે તે ભાનમાં પણ ન હતો અને લોકોએ કારમાંથી બહાર કાઢીને કારચાલકને મેથીપાક ચખાડયો હતો, મહત્વનું છે કે આ ઘટનામાં કોઈનું મોત થયું નથી અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વાપીમાં નશામાં ધૂત કારચાલકે સર્જ્યો અકસ્માત
વાપીમાં નશામાં ધૂત કારચાલકે અકસ્માત સર્જયો હતો અને 3 થી 4 વાહનોને અડફેટે લીધા હતા, રોષે ભરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી હતી અને કારચાલકની ધુલાઈ કરી હતી, ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટયા હતા અને પોલીસને જાણ કરી હતી, ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે, વાપીના છરવાડ રોડ પર આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.
વાપીના છરવાડા રોડ પર નશામાં ધૂત કારચાલકે સર્જયો અકસ્માત
કાર ચાલક ત્રણ વાહનોને ટકકર મારી ફરાર થતા લોકોએ ઝડપી મેથીપાક આપ્યો હતો, રોષે ભરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી હતી અને કાર ચાલકને પણ ઈજા પહોંચતા તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો છે, પોલીસે સીસીટીવી પણ તપાસ માટે લીધા છે. વાપીમાં ઘણીવાર આવી ઘટનાઓ બનતી હોય છે અને નશામાં ધૂત ચાલકો હજી પણ સુધરવાનું નામ લઈ રહ્યાં નથી, પોલીસે ગુનો નોંધ્યો છે પણ જયારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે ત્યારે કારચાલકની ધરપકડ કરવામાં આવશે.









