રાજસ્થાનમાં ઉદયપુર નજીક પાંચથી છ વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વાવ થરાદના ત્રણ યુવકોના મોત નિપજ્યા હતાં. ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
ભાભર તાલુકાના ચાર વ્યક્તિઓ રાજસ્થાનના પ્રવાસે નીકળ્યા હતાં
રાજસ્થાનના ઉદયપુર નજીક પાંચથી વધુ વાહનો વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં ત્રણ ગુજરાતીઓના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. વાવ થરાદના ભાભર તાલુકાના ચાર વ્યક્તિઓ રાજસ્થાનના પ્રવાસે નીકળ્યા હતાં. આ ચાર વ્યક્તિઓમાંથી ત્રણ લોકોના અકસ્માતમાં મોત નિપજ્યાં છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે મૃતકોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા છે.
