ડભોઈ તાલુકાના થરવાસા ગામમા ડભોઈ નગર પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીમાં વરસાદી પાણીનો નિકાલ કરાયો છે. જે ગામના તળાવને જિલ્લા પંચાયત દ્વારા મત્સ્ય ઉધોગ માટે આપેલ છે. જેને ઈજારદાર દ્વારા તળાવના ઓવરફ્લો પાણીના નિકાલમા મત્સ્ય ઉધોગને નુકસાન ના થાય તે માટે પાણીનો નિકાલ બંધ કર્યો હતો. જેને લઈ પાણી થરવાસા ગામમા કેટલાક નિચાણવાળા ફળીયામાં ઘૂસી ગયા હતા. થરવાસાના ડેપ્યુટી સરપંચ દ્વારા તંત્રને જાણ કરાઇ હતી. પણ પાણીનો નિકાલ ન થતા નાછૂટકે નડા તાલુકા ગ્રામ પંચાયતના માજી સભ્ય ભાવેશ પટેલને પરીસ્થિતિથી અવગત કરાયા હતા. જેને લઈ પૂર્વ તાલુકા પંચાયત સભ્ય ભાવેશ પટેલે તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી. જેના જવાબમા તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતને ખો આપી હતી. અને ગ્રામજનો દ્વારા મત્સ્યઉદ્યોગના ઈજારદારને ફોન કરી તળાવના પાણીના નિકાલ માટે જાણ કરતા ઉશ્કેરાયેલા ઈજારદારે ગ્રામજનોને જણાવેલ કે, હું અફ્ઘાની પઠાણ છું. પાણીના નિકાલના રસ્તા ખોલવા નહીં દઉં. બીજી તરફ તાલુકા વિકાસ અધિકારી જવાબદારીમાંથી છટકવા પ્રયાસ કર્યાં હતા. ઈજારદાર ધમકી આપે તો, ગ્રામજનો જાય તો કયાં જાય ? જાણવા મળ્યાં મુજબ, નડા તાલુકા ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય ભાવેશ પટેલ દ્વારા જે.સી.બી. લાવી ગ્રામજનોના હિતમા પાણીનો નિકાલ કરાવ્યો હતો. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી ટી.ડી.ઓ અને ઈજારદાર સામે પગલાં ભરશે ? કે પછી ભીનું સંકેલી લેવાશે તેવી ગામમાં ચર્ચા ઉઠી છે.



  • Follow us on: