નાના ગામડાના વિદ્યાર્થીઓને પણ મેટ્રોસિટી લેવલનો અભ્યાસ મળી રહે તે માટે ડભોઇમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલનો પ્રારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ડભોઇના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલનું ઉદ્ઘાટન કરાયું હતું. પ્રસંગે સાંસદ ધારાસભ્ય તેમજ રાજકીય અગ્રણીઓ આદરણીય સંતો ઉપસ્થિત રહ્યાં હતા.
ડભોઇ સાઠોદ માર્ગ પર રેલવે બ્રિજ બાજુમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ નવનિર્માણ પામ્યું છે. આજરોજ ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા, છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી,ટ્ટ સહિતના અગ્રણી સંતો મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્યમંત્રીએ વડાપ્રધાનના ઓપરેશન સિંદુરને અભિનંદન પાઠવ્યા હતા. અને ડભોઇ ગુરુકુળ ખોત પ્રાંચીન વેદો, વેદાંતો અને શાસ્ત્રોનું જ્ઞાન વિદ્યાર્થીઓને મળશે તે અંગે આનંદ વ્યક્ત કર્યો હતો.










