ડભોઇ તાલુકામાં ત્રણ દિવસમાં વ્યાપક વરસાદ તેમજ હેરણ નદીના પાણીના કારણે ઠેરઠેર રોડ રસ્તા અને નાળા ધોવાઈ જતા 6 થી 7 ગામનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. ડભોઇ તાલુકામાં સતત ત્રણ દિવસ વરસાદ પડવાથી અને ઉપરવાસના પાણી આવવાથી અરણ્યા ગામ પાસે ભિલોડીયાથી કાશીપુરા ગામને જોડતા મુખ્ય નાળામાં થયું ભંગાણ પાંચથી 7 ફૂટ ઊંડો ખાડો પડી જતા અવર-જવર બંધ મુખ્ય નાળુ ધોવાઈ જતા સંખેડા ગુંડીચા અને હાંડોદની શાળામાં અભ્યાસ અર્થે જતા 70 થી 80 બાળકોને ધરે બેસવાનો વારો આવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી બાળકો શાળાએ જઈ શકતા નથી. ઉપરાંત અરણ્યાથી ભિલોડિયા ગામને જોડતા મુખ્ય માર્ગનું વ્યાપક ધોવાણ થતાં અવરજવર બંધ થઈ હતી, આસગોલથી પરાગામને જોડતા નાનો પુલ એક બાજુથી ધોવાતા વાહન ચાલકો માટે રસ્તો જોખમી બન્યો હતો.
ચાર-પાંચ દિવસના વરસાદમાં આખેઆખું નાળું ધોવાઇ ગયું










