ડભોઇ તાલુકાના તીર્થ સ્થાન ચાણોદ ખાતે નર્મદા નદી ઓરસંગ નદીમાં મગરોની વસતી છે. ઓરસંગ નદીમાં માનવ પર હુમલાના બનાવો પણ બની ચૂક્યાં છે. ચાણોદ ખાતે નર્મદા નદીમાં પણ મગરો અવારનવાર નદીમાં સ્નાન કરતા લોકોને નજરે જોવા મળે છે. ત્યારે સ્નાન કરતા આવતા શ્રદ્ધાળુમાં ડરનો માહોલ જોવા મળે છે. ચાણોદ ખાતે લાખો લાખો શ્રદ્ધાળુ પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરવા આવતાં હોય ત્યારે મગરોની વસતી દિવસે દિવસે વધતી જતી હોય જેમ સ્થાનિકોમાં ચિંતાનો વિષય બનેલ છે. ચાણોદ શેષનારાયણ ટેકરાના માળીવગામાં 3 થી 4 ફૂટ લાંબુ મગરનું બચ્ચું મળતાં રહીશોમાં ફ્ફ્ડાટ વ્યાપ્યો હતો. મગરનું રેસ્ક્યુ કરાયું હતું. ત્યારે આજે ચાણોદના આજ વિસ્તારના દક્ષિણ તરફ લાભેશ્વર મંદિર બાજુ એક મકાનના ઓટલા પર આશરે એક ફૂટ જેટલું લાંબા મગરનું બચ્ચું જોવા મળતા રહીશોમાં ફફ્ડાટ વ્યાપ્યો હતો. સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠયો હતો કે, અહીં મગરનું નવજાત બચ્ચું ક્યાંથી આવ્યું ? શું મગરે આ વિસ્તારમાં ઇંડા તો મૂક્યા નહીં હોય શું તેવા પ્રશ્નો ઉઠયાં હતા. આજે સવારે 8 કલાકે ચાણોદના નેચર હેલ્પ ફઉન્ડેશનની ટીમને જાણ કરાતા તેઓ દ્વારા મગરના બચ્ચાનું રેસ્ક્યું કરાયું હતું. તંત્ર દ્વારા પકડાયેલ મગરના બચ્ચાની હિસ્ટ્રી તપાસી મગરનું બચ્ચું ક્યાંથી આવ્યું તે તપાસ થાય તો વધુ વિગત મળી શકે એમ છે. ચાણોદ ખાતે હાલ નર્મદા ઓરસંગમાં ઉપરવાસમાં વરસાદને પગલે પૂરના પાણીમાં બચ્ચા તણાઇ આવ્યાની ચર્ચા છે.

Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા









