ચોમાસાના પ્રારંભ સાથે જ ડભોઇ તાલુકાના રાજલીથી ભીલાપુર વચ્ચે આવેલા ઢાઢર નદી ઉપર આવેલા ઓવરબ્રિજની બાજુમાં આવેલી રેલિંગ ધોવાઈ જતા ઈજારદાર કોન્ટ્રાક્ટરની બેદરકારી અને ગુણવત્તા વગરનો માલ મટીરીયલ વાપરતા કાંકરા બહાર આવી રોડ પર રમી રહ્યાં હોવાનું લોકચર્ચાં છે.
વડોદરાથી સ્ટેચ્યુ ઓફ્ યુનિટીને જોડતા મુખ્ય માર્ગ પર ડભોઇના રાજલી પાસે પુલની રેલિંગ આસપાસ વ્યાપક ધોવાણ માત્ર બે વર્ષ પહેલા જ આજુબાજુનું કામ થયેલું હોય કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે અને ટેન્ડર મુજબ કામ નહીં કરી ગુણવત્તા વગરનું મટીરીયલ વાપરવા આવ્યું હોય જેના કારણે રેલિંગની હાલત બદતર થઈ છે. હાલ વાહન ચાલકો ચોમાસામાં ભોગ બને નહીં તે માટે લાગતા વળગતા વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે કામગીરી કરાવે તે જરૂરી બન્યું છે. સ્ટેચ્યુ ઓફ્ યુનિટી તરફ જતો મુખ્ય માર્ગ હોય રોજના હજારો વાહનો અહીંથી પસાર થાય છે. પુલની આસપાસ લાગેલી રેલિંગનું કામ ટુંકાગાળામાં ધોવાઈ જતા અનેક પ્રશ્નો ઉઠયાં છે. ઇજારદારની કામગીરી દરમિયાન તંત્ર ધ્યાન નહીં આપતું હોવાના આરોપ ગ્રામજનો દ્વારા કરાયા છે. પુલ આસપાસની સડકનું ધોવાણ થઈ રેલિંગના પાયા બહાર નીકળી આવ્યા છે. જેને લઇને લોકોમાં રોષ ફેલાયો છે.










