વડોદરાના ડભોઇમાં મામલતદાર-વકીલો વચ્ચે વિવાદ થયો છે. મામલતદારે વકીલોને બહાર બેસવાનું કહેતા વિવાદ થયો છે. વકીલોને કોર્ટ રૂમની બહાર બેસવાનું કહેતા વિવાદ સર્જાયો હતો. ડભોઇ બાર એસોસિએશનના વકીલોએ સુત્રોચ્ચાર કર્યા હતા. મુદ્દત હોવાથી મોટી સંખ્યામાં વકીલો એકત્ર થયા હતા. મામલતદાર ઓફિસમાં માત્ર 20 લોકોને બેસવાની જગ્યા છે. વકીલો તેમજ પક્ષકારો વધી જતા બહાર બેસવાનું કહ્યું હતું. ઓપન કોર્ટ હોવાથી પક્ષકાર, વકીલ બેસી શકે છે.
ડભોઇમાં મામલતદાર-વકીલો વચ્ચે વિવાદ
ડભોઇ મામલતદાર પી.આર સંગાડા તેમજ વકીલો વચ્ચે વિવાદ સર્જાયો છે. મામલતદાર પોતાની કોર્ટમાં રૂમથી વકીલોને બહાર બેસવાનું કહેતા વિવાદ વકર્યો છે. ડભોઇ બાર એસોસિયન વકીલો વકીલ એકતા જિંદાબાદના સૂત્રોચાર કર્યા છે. તાલુકા સેવા સદનની બહાર વકીલો એકત્ર થયા હતા.
મામલતદારે વકીલોને બહાર બેસવા જણાવતા વિવાદ
ઓપન કોર્ટ હોય પક્ષકાર તેમજ વકીલો બેસી શકે છે. જન્મ - મરણની મુદત તારીખ હોય મોટી સંખ્યામાં પક્ષકારોને વકીલો ભેગા થયા હતા. મામલતદાર ઓફિસ રૂમમાં માત્ર 20 લોકોને બેસવાની બેઠક વ્યવસ્થા છે. વકીલો તેમજ પક્ષકારો વધી જતા મામલતદારે વકીલોને બહાર બેસવા જણાવતા વિવાદ સર્જાયો હતો.