વડોદરાના ડભોઈમાં પુઠ્ઠાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મોતીપુરા ગામમાં પુઠ્ઠાની ફેક્ટરીમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટથી ફેક્ટરીમાં આગ લાગ્યાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ ઘટનાની જાણ થતા 2થી વધુ ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. આગની ઘટનાને પગલે આસપાસમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
ડભોઈમાં પુઠ્ઠાની ફેક્ટરીમાં આગ
મોતીપુરા ગામમાં પુઠ્ઠાં બનાવતી ગારનેટ કંપનીમાં આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરીળ રૂપ ધારણ કરી લીધુ હતું. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા વડોદરા અને બોડેલીની ફાયર ફાયટરની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગ લાગવાનું પ્રથમિક કારણ હજુ જાણવા મળ્યું નથી.
ફાયર વિભાગે આગ કાબૂમાં કરવાના પ્રયાસો હાથ ધર્યા
આગ લાગવાની ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટથી કે કોઈ અન્ય કારણે લાગી છે. આગ એટલી વિકરાળ હતી કે બધો સામાન બળીને ખાખ થયો છે. જોકે કંપનીને મોટું નુકસાન થયું છે. પરંતુ કોઈ જાનહાની થઈ હોવાના અહેવાલ નથી મળ્યા. આ મામલે પોલીસે કંપનીના સંચાલકો સાથે વાત કરીને તપાસ હાથ ધરી છે.









