ગરબાડા તાલુકાના સીમળીયા બુઝર્ગ ગામેથી 12 ફૂટ લાંબા અને 34 કિલો વજન ધરાવતા, વિશાળ અજગરનું ઓલ એનિમલ રેસક્યુ ટીમ દ્વારા રેસ્કયુ કરાયું હતું.


ગતરોજ સાંજના સમયે ગરબાડા તાલુકાના સીમળીયા બુઝર્ગ ગામે કનુભાઈ ફ્તીયાભાઈ બામણીયા ખેતરમાં વિશાળ અજગર જોવા મળ્યો હતો. જેને નિહાળવા સ્થાનિકો દોડી આવ્યા હતા. આ બાબતે ઓલ એનિમલ રેસક્યુ ટીમને જાણ કરાતાં રાજુભાઈ ડામોર તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આશરે 12 ફૂટ લાંબા અને આશરે 34 કિલો વજન ધરાવતા વિશાળ અજગરને પકડી સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરી દેવાયો હતો.


  • Follow us on: