દાહોદના શ્રી 1008 શાંતિ નાથ જિનાલય ખાતે પ્રાકૃત આચાર્ય શ્રી સુનિલ સાગરજીના તપસ્વી શિષ્ય 108 શ્રી સુમંત્ર સાગરજીના સાનિધ્યમાં 16 દિવસીય શાંતિનાથ મહામંડળ વિધાનનું પ્રતિદિન આયોજન કરાયું છે.


શ્રી 1008 શાંતિનાથ જિનાલય મહાવીર નગર ખાતે 16 દિવસીય શાંતિનાથ મહામંડલ વિધાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં શ્રી 1008 શાંતિનાથ જિનાલય મહાવીર નગરમાં પ્રાકૃત આચાર્યશ્રી સુનિલ સાગરજી ના તપસ્વી શિષ્ય 108 શ્રી શું મંત્ર સાગરજીના સાનિધ્યમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. દાહોદ દિગંબર જૈન સમાજના હજારો શ્રાવક, શ્રાવીકાઓ આ કાર્યક્રમ નો લાભ લઈ રહ્યાં છે. રોજ સવારે સાત વાગ્યે ધાર્મિક અનુષ્ઠાન, પૂજા, અભિષેક વિગેરેથી કાર્યક્રમનો પ્રારંભ થશે. મહારાજજી દ્વારા પ્રવચન, ભક્તિમય સંગીતામય વાતાવરણમાં રોજ વિધાનનું આયોજન કરાયું છે. સાંજે ગુરુભક્તિ આરતી સ્વાધ્યાય મહારાજજી દ્વારા કરાય છે. 16 દિવસમાં લગભગ 2400 શ્રીફ્ળવિધાન પૂજામાં શ્રાવકો દ્વારા ચઢાવવામાં આવનાર છે.


  • Follow us on: